Principal Desk

Image


Pratimaben Desai

Principal

ડૉ. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા,ગોધરામાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યાં વિદ્યાર્થીઓ શ્રેષ્ઠતા અને સફળતા મેળવે છે.

પ્રિય વિધાર્થીઓ અને વાલીઓ,

આપનું સ્વાગત કરતા અમને આનંદ થાય છે જ્યાં અમારી શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સફરમાં માર્ગદર્શન આપવા અને તેમનો શૈક્ષણિક તેમજ પ્રવૃત્તિશીલ વિકાસ કરવો એ અમારો વિશેષાધિકાર છે. અમારું ધ્યેય “ अक्षयं ते भविष्यंती “

ડૉ. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા,ગોધરા(ધોરણ-૧ થી ૮) કલ્પતરૂ નંદાલય(બાળ મંદિર)

સ્થાપના વર્ષ – ૧૯૯૪

૨૯ વર્ષથી સતત અવિરત શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા

ન ધરા સુધી ન આકાશ સુધી,

ન અંધકાર સુધી,ન પ્રકાશ સુધી,

અમારે તો બસ પહોચવું છે,

માત્ર બાળકના મન સુધી.........

સાચી દિશા શ્રેષ્ઠ શિક્ષણ

ઓછી ફી ઉચ્ચ શિક્ષણ

અનુભવી કાયમી શિક્ષકો

અમે અમારા વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા માટે બાળકોના રસ અને રુચિ પ્રમાણે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.

અમારી શાળાના શૈક્ષણિક વાતાવરણમાં તેમની વિચારસરણી,સર્જનાત્મકતા અને બાળકોના જ્ઞાનની તરસને છીપાવવા કોઈ કસર છોડતા નથી.

બાળકોના શિક્ષણમાં મજબુત પાયો નંખાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને એજ અમારી શૈક્ષણિક સફળતા છે અમે અમારી શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે વિવિધ ઈતર પ્રવૃત્તિઓમાં ભાગલેવા અને તેમના કૌશલ્યો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.